Latest NEET UG Exam Day Instructions and Rules
🚨🚨 *NEET ના વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના:*
1️⃣ વિદ્યાર્થીએ એડમિટ કાર્ડમાં દર્શાવેલ એન્ટ્રી સમય કરતા 15 મિનિટ વહેલા પહોંચી જવું.
2️⃣ પોતાની સાથે Admit Card કલર પ્રિન્ટેડ હોવો જરૂરી છે તે પણ A4 સાઇઝમાં હોવો જોઈએ પાણીની પારદર્શક બોટલ, 5 જેટલા પાસપોર્ટ સાઇઝ ફોટા તેમજ 2 પોસ્ટકાર્ડ સાઈઝ ફોટા સાથે રાખવા. (Admit Card માં ફોટા છે તે જ ફોટા રાખવા)
3️⃣ ઓરીજીનલ આધાર કાર્ડ સાથે રાખવું.
4️⃣ પરીક્ષા વખતે જ્યારે સુપરવાઈઝરશ્રી ફોટો લગાડવાનું તેમજ સહી કરવાનું કહે ત્યારે જ સહી કરવી.
5️⃣ આપના એન્ટ્રી સમયથી લઇ સાંજે 5 વાગ્યા સુધી એકઝામ હોલમાં રહેવાનું હોવાથી એન્ટ્રી પહેલા હળવો નાસ્તો લઇ તેમજ ફ્રેશ થઈને જવું.
6️⃣ વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર, બુકલેટ નંબર તેમજ આન્સર શીટ નંબર ચેક કરી લેવો. જો કોઈ ભૂલ જણાય તો તરત જ સુપરવાઈઝરનું ધ્યાન દોરવું.
7️⃣ NEET પરીક્ષા સંચાલન દ્વારા કેટલીક વખત પેન પણ આપવામાં આવે છે, પણ પોતાની સાથે બ્લેક અને બ્લ્યુ બોલપેન એક -એક સાથે રાખવી
8️⃣ બાળક ને કોઈક દવા ચાલતી હોય તો (મેડિકલ પરમિશન વાળી દવા જો જરૂરી હોય) ડાયાબિટીસ કે અન્ય હેલ્થ કન્ડિશન હોય તો યોગ્ય ડોક્યુમેન્ટ સાથે રાખશો.
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*ડ્રેસકોડ*
*બોયઝ માટે*
📌 એકદમ હળવા ફક્ત હાલ્ફ સ્લીવ શર્ટ અથવા ટી-શર્ટ જ પહેરી શકાશે. ફૂલ સ્લીવ શર્ટ કે ટી શર્ટ પહેરી શકાશે નહીં. તેમજ એમાં ચેન, મોટા બટન, ખીસા હોવા જોઈએ નહીં. કલર લાઈટ હોવો જોઈએ. તેમજ શર્ટ કે ટી શર્ટ પર કોઈ લખાણ કે કોઈ વર્ક કરેલ હોવું જોઈએ નહીં.
📌 સિમ્પલ પેન્ટ અથવા ટ્રાઉઝર પહેરી શકાશે. જેમાં વધારે પડતા ખીસા હોવા જોઈએ નહીં. કમર બેલ્ટ પહેરી શકાશે નહીં. તેમજ સાદા સ્લીપર્સ, ચપ્પલ જ પહેરી શકાશે. બુટ કે મોજા પહેરી શકાશે નહીં.
📌 કાનમાં બુટ્ટી, હાથમાં કડું, રબર બેલ્ટ, કોઈપણ પ્રકારની વોચ, કેલ્ક્યુલેટર, કમર બેલ્ટ, ગળામાં ચેન, પેડલ તેમજ હાથમાં રિંગ પહેરી શકાશે નહીં. તેમજ કોઈપણ પ્રકારની પડીકી કે પાન મસાલા લઈ જઈ શકાશે નહીં.
*ગર્લ્સ માટે*
📌 લાંબી કે ફૂલ સ્લીવની ટી શર્ટ પહેરી શકાશે નહીં. ફક્ત હાફ સ્લીવના પ્લેન અને લાઈટ ટોપ, કુર્તા કે ટી શર્ટ જ પહેરી શકાશે.
📌 કપડાં ઉપર કોઈપણ પ્રકારનું વર્કઆઉટ, ભરતકામ, ફૂલ કે અન્ય કોઈ ડિઝાઇન, બટન્સ, એમ્બ્રોઇડરી વર્ક કરેલા કપડાં પહેરી શકાશે નહીં. તેમજ કમર બેલ્ટ પણ પહેરી શકાશે નહીં. સલવાર કે ટ્રાઉઝર પહેરી શકાશે.
📌 મોટા પોકેટ્સ વાળા તેમજ ખુબજ ફેશનેબલ કપડાં માન્ય ન હોવાથી પરીક્ષાના દિવસે ગર્લ્સ આવા કપડા ના પહેરે તેવી સલાહ આપવામાં આવે છે. તેમજ હેરપીન, ફેશનેબલ હેરપીન્સ લગાવી શકાશે નહીં. ગર્લ્સ એ ફકત સાદા રબ્બરથી જ પોતાના માથાના વાળ બાંધવાના રહેશે. કાનમાં ફેશનેબલ ઈયર રિંગ્સ, એક કરતાં વધારે ઈયર રિંગ્સ કે નથણી કે મોટી ચુની પહેરી શકાશે નહીં.
📌 ફક્ત સાદા સ્લીપર્સ, ચંપલ કે લો હિલના સેન્ડલ એલાઉડ છે. હાઇ હિલ સેન્ડલ એલાઉડ નથી. તેમજ બુટ કે મોજા પણ એલાઉડ નથી.
📌 મેટાલિક,નોન મેટાલિક જવેલરી, પાયલ, બંગડી, કડું, હાથમાં પહેરવાનું રબર બેંડ, ગળામાં ચેન પહેરી શકાશે નહીં. તેમજ નાનું કે મોટું પર્સ, પાઉચ વિગેરે લઈ જઈ શકાશે નહીં.
⚡⚡⚡⚡⚡⚡⚡⚡
આ ઉપરાંત કોઈપણ પ્રકારની સ્ટેશનરી, ખાવાની કોઈ ચીજવસ્તુ, મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, સાદી કે ડિજિટલ વોચ, બ્લ્યુટૂથ ડિવાઇસ, ઈયર ફોન, ટોપી, ગોગલ્સ વિગેરે લઈ જઈ શકાશે નહીં.
*શક્ય હોય તો પોતાના વાલી કે સ્વજનને જોડે લઈ જવા. જેથી આપનું મનોબળ બની રહે, આવન જાવનમાં સરળતા રહે. તેમજ આપની વસ્તુઓ સચવાઈ રહે.*
*BEST OF LUCK & Best wishes....*
🎯🌸
